આયુષ્યમાન ભારત કાર્ડ થકી દક્ષાબેનના પિતા વિરસિંગભાઈ ચોધરીને મળ્યું નવુ જીવનદાન:
દક્ષાબેનની દાસ્તાં: ભયભીત અને હાડમારીયુક્ત જીવનથી સ્વમાનભેર અને સ્વતંત્ર્ય જીવન પામવાનો આનંદ:

તાપી કિંગ ન્યુઝ 24 x 7 વેબ પોર્ટલ :
વ્યારાના દક્ષાબેનની દાસ્તાં: ભયભીત અને હાડમારીયુક્ત જીવનથી સ્વમાનભેર અને સ્વતંત્ર્ય જીવન પામવાનો આનંદ
પોતાના પિતાને સ્વસ્થ જીવન બક્ષનાર પુત્રી આ યશના ભાગીદાર સરકારની યોજનાઓને ગણાવે છે,
આયુષ્યમાન ભારત કાર્ડ થકી દક્ષાબેનના પિતા વિરસિંગભાઈ ચોધરીને મળ્યું નવુ જીવનદાન
તાપી: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વણથંભી વિકાસ યાત્રાના 23 વર્ષ પૂર્ણ થયાના દિવસે દક્ષાબેન અને વિરસિંગભાઈ જેવા કરોડો લોકોની સંવેદનાઓ અને લોકચાહનાને પણ 23 વર્ષ પૂર્ણ થયા છે. આ વિકાસ સપ્તાહ પર્વમાં અંતરિયાળ વિસ્તારોના, અંત્યોદય, આદિવાસી લોકોના હજારો પરિવારોનું જીવનધોરણ બહેતર અને સમૃદ્ધ થયું છે તેની પ્રતીતિ થાય છે.
આવી જ એક કહાની છે તાપી જિલ્લાના દક્ષાબેનની. વ્યારાના કપૂરા ગામના દક્ષાબેન રવિભાઈ ગામીતના પિતા વિરસિંગભાઈ ચોધરીને છેલ્લા 10 વર્ષથી કિડનીની સમસ્યા હતી. પોતે પરણિત હોવા છતાં પિતાના સ્વાસ્થ્યની સંભાળની જવાબદારી તેમના શિરે હતી. તેમના પિતાશ્રીના આ પ્રશ્નને લઈને દક્ષાબેનના પરિવારજનો અને દક્ષાબેન ચિંતિત રહેતા હતા. તેમણે આ બાબતે શહેરના ડૉક્ટરની સલાહ લીધી હતી. ડૉક્ટરના જણાવ્યા અનુસાર તેમના આ જટિલ રોગનો એક માત્ર ઈલાજ ઓપરેશન છે જેના માટે 60 હજારથી 90 હજાર સુધીનો ખર્ચ થઈ શકે, અને હોસ્પિટલમાં 3-4 દિવસ દાખલ થવું પડે તેમજ શહેરમાં રહેવાનું, આવવા જવાનું આ બધા ખર્ચ એકસ્ટ્રા થાય. પોતે નાના ખેડૂત હોવાથી આટલો ખર્ચ કરવો અશક્ય હતો. તેમના પિતાની તબિયત વધારે ખરાબ થવા લાગી અને મુશ્કેલી પણ વધી.
દક્ષાબેન પોતે વ્યારા ખાતે ખાનગી સંસ્થામાં નોકરી કરતાં હોઈ તેમજ તેઓ ખૂબ ચપળ હોઈ તેમને આયુષ્યમાન કાર્ડ વિશે કોઈએ જણાવ્યું એટલે વિલંબ કર્યા વગર કાર્ડ કઢાવવા માટેની જરૂરી વિગતો મેળવી લીધી. તેમણે ફોર્મ ભરીને આયુષ્યમાન કાર્ડ કઢાવી લીધું. ત્યારબાદ વ્યારાની જનક હોસ્પિટલમાં તેમના પિતાનું સફળ ઓપેરેશન કરવામાં આવ્યું અને તેમણે સ્વસ્થ થઈલ પિતાજીએ હોસ્પિટલમાંથી રજા લીધી.
ગામીત દક્ષાબેન જણાવે છે કે આયુષ્યમાન કાર્ડના લાભ થકી તેમના પિતાનો જીવ તો બચી ગયો પરંતુ સાથે સાથે દવાખાનાનો તમામ ખર્ચ પણ બચી ગયો. આજે દક્ષાબેન અને તેમના પિતા ખૂબ જ આત્મવિશ્વાસ સાથે લોકોને આયુષ્યમાન કાર્ડના લાભાલાભ જણાવે છે. વિરસિંગભાઈ તો તેમની પુત્રીને પુત્ર સમાન ગણી સ્વમાનભેર જીવે છે.


