Blog

એ.સી.બી., તાપી વ્યારા: નિવૃત મદદનીશ નિયામક વિરુદ્ધ 2.35 કરોડની અપ્રમાણસર મિલ્કતનો ગુનો

તાપી કિંગ:વ્યારા પ્રતિનિધિ દ્રારા

તાપી જિલ્લાના વ્યારા ખાતે સ્થિત ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ કચેરીના નિવૃત મદદનીશ નિયામક સંતોષ વિનાયક પરૂલકર (વર્ગ-2) સામે રૂ. 2,35,59,066/- (અંકે રૂપિયા બે કરોડ પાંત્રીસ લાખ ઓગણસાઠ હજાર છસઠ) ની અપ્રમાણસર મિલ્કત બાબતે ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તપાસ દરમ્યાન ખુલ્યું કે આરોપીએ તા. 01/01/2011 થી 31/03/2018 દરમ્યાન કાયદેસર આવકની સરખામણીએ 112.20% જેટલી વધુ મિલ્કત ગેરકાયદેસર રીતે મેળવી સ્થાવર-જંગમ મિલ્કતમાં રોકાણ કરેલ છે.

સરકાર તરફથી શ્રી બી.ડી. રાઠવા, પો.ઇન્સ., નવસારી એ.સી.બી. દ્વારા કરાયેલ ફરિયાદના આધારે, તાપી એ.સી.બી. પો.સ્ટે. વ્યારા ખાતે ગુ.ર. નં. 06/2025 હેઠળ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988ની કલમ 13(1)(ઈ), 13(1)(બી), 13(2) તથા ભ્રષ્ટાચાર નિવારણ (સુધારા) અધિનિયમ-2018 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આરોપી સંતોષ વિનાયક પરૂલકરને તા. 13/09/2025 ના રોજ તાપી એ.સી.બી. દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ગુનાની તપાસ સુ.શ્રી એસ.એચ. ચૌધરી, પો.ઇન્સ. I/c તાપી એ.સી.બી. વ્યારા કરી રહ્યા છે. જ્યારે તપાસ ઉપર શ્રી આર.આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ સુપરવિઝન રાખી રહ્યા છે…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
bobatoto neototo bobatoto situs toto bandar togel