ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (G-કેટેગરી)નો પ્રારંભ, 94 નવી 108 એમ્બ્યુલન્સ સેવામાં જોડાઈ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજનાનો શુભારંભ, આયુષ્યમાન કાર્ડ વિતરણ સાથે અદ્યતન આરોગ્ય સેવાનો આરંભ:


તાપીકિંગ : વ્યારા
તા.22/09/2025 ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં *ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (G-કેટેગરી)*નો શુભારંભ સમારોહ યોજાયો હતો.


મુખ્યમંત્રીશ્રીએ વિધિવત રીતે યોજનાનો પ્રારંભ કરી એનરોલમેન્ટ પ્રક્રિયાનો આરંભ કરાવ્યો. આ અવસરે યોજનાના લાભાર્થી અધિકારી-કર્મચારીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ 94 નવી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને ફ્લેગ-ઓફ કરી લોકાર્પણ કર્યું હતું. રાજ્યના નાગરિકોને આકસ્મિક સમયમાં ગોલ્ડન અવરમાં હોસ્પિટલ સુધી પહોંચાડતી 108 એમ્બ્યુલન્સ સેવાને વધુ વ્યાપક બનાવવા માટે આ નવી એમ્બ્યુલન્સમાં આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.


સરકારના આ પ્રયત્નોથી આરોગ્ય સેવા વધુ અદ્યતન બનશે તેમજ ક્રીટીકલ પરિસ્થિતિમાં નાગરિકોને ઝડપથી જરૂરી સારવાર મળી રહે તે સુનિશ્ચિત થશે.



