Gadgets

ધર્માંતરણ કાયદા પર સુપ્રીમ કોર્ટે 8 રાજ્યોને નોટિસ:

4 અઠવાડિયામાં જવાબ માગ્યો; અરજદારે કહ્યું- કાયદો લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતા પર રોક...

તાપી કિંગ : વ્યારા
નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે મંગળવારે ધર્મ પરિવર્તન સંબંધિત કાયદાઓ પર 8 રાજ્યોને નોટિસ ફટકારી હતી અને તેમને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. કોર્ટ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ અને કર્ણાટકના કાયદાઓને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે ધર્મ પરિવર્તન સંબંધિત કાયદાઓ પર 8 રાજ્યોને નોટિસ ફટકારી હતી અને તેમને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. કોર્ટ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ અને કર્ણાટકના કાયદાઓને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી.

અરજદારોએ મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચને જણાવ્યું હતું કે આ કાયદાઓને ધર્મ સ્વતંત્રતા અધિનિયમ કહેવામાં આવે છે, પરંતુ તે લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતા પર કાપ મૂકે છે અને આંતર-ધર્મ લગ્નો અને ધાર્મિક રિવાજોને લક્ષ્ય બનાવે છે.

કોર્ટે વરિષ્ઠ વકીલો ઇન્દિરા જયસિંહ, સંજય હેગડે, એમ.આર. શમશાદ, સંજય પરીખ અને અન્ય પક્ષોની દલીલો પણ સાંભળી અને કહ્યું કે કેસની આગામી સુનાવણી છ અઠવાડિયા પછી થશે.

{ ગુજરાત હાઈકોર્ટે 2021માં ગુજરાત ધર્માંતરણ કાયદાની કેટલીક કલમો પર સ્ટે આપ્યો હતો, જ્યારે એમપી હાઈકોર્ટે પણ આવો જ આદેશ આપ્યો હતો. બંને રાજ્યોએ આ આદેશોને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે: વૃંદા ગ્રોવર અરજદાર એડવોકેટ}

અરજદારે કહ્યું -યુ પી માં ધર્માંતરણ કડક બનાવવામાં આવ્યું છે

વરિષ્ઠ વકીલ ચંદર ઉદય સિંહે દલીલ કરી હતી કે યુપીમાં ધર્મ પરિવર્તન સંબંધિત કાયદામાં 2024માં સુધારો કરવામાં આવ્યો હતો અને સજા 20 વર્ષથી વધારીને આજીવન કેદ કરવામાં આવી હતી.

જામીનની શરતો પણ કડક બનાવવામાં આવી હતી અને તૃતીય પક્ષોને ફરિયાદ નોંધાવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે આના કારણે, ચર્ચની પ્રાર્થના અથવા આંતરધાર્મિક લગ્નોમાં ભાગ લેતા લોકોને પણ ટોળા અને સંગઠનો તરફથી ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યો છે.

કોર્ટે 2020માં નોટિસ જારી કરી હતી

સુપ્રીમ કોર્ટે 2020માં આ મામલે નોટિસ જારી કરી હતી. બાદમાં, જમિયત ઉલેમા-એ-હિંદે કોર્ટ પાસે માગ કરી હતી કે 6 હાઇકોર્ટમાં પેન્ડિંગ 21 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં જ લાવવામાં આવે.

હાલમાં, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આ કાયદાઓની કેટલીક કલમો પર પ્રતિબંધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
bobatoto neototo bobatoto situs toto bandar togel