Travel

પલસાણા ગ્રામ પંચાયતે રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ જ્યુરી એવોર્ડ મેળવ્યો:

પલસાણા ગ્રામ પંચાયતે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ સ્થાપિત કરી:

તાપીકિંગ  વ્યારા

વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ખાતે તા.૨૨- સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી ૨૮મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સમાં સુરત જિલ્લાના પલસાણા ગ્રામ પંચાયતને કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહના હસ્તે રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ જ્યુરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન, નાગરિકોને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન અને નવીન પહેલોને કારણે પલસાણા ગ્રામ પંચાયતને આ એવોર્ડ મળ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી શિવાની ગોયલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પિયુષ પટેલ, સરપંચશ્રી પ્રવિણભાઈ આહીર તથા તલાટી કમ મંત્રીશ્રી પિનાક મોદીએ વિશાખાપટ્ટનમ ખાતે એવોર્ડ સ્વીકાર્યો હતો.
કેન્દ્ર સરકારના વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG), અને ઈલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કોન્ફરન્સમાં દેશભરમાંથી ૧.૪૫ લાખથી વધુ એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી મૂલ્યાંકન બાદ પલસાણા ગ્રામ પંચાયતને પસંદ કરવામાં આવી હતી.


પલસાણા ગ્રામ પંચાયતની પસંદગી પ્રક્રિયા સૌપ્રથમ તાલુકા કક્ષાએ થઇ હતી. ત્યારબાદ જિલ્લા તથા રાજ્ય કક્ષાએ વિજેતા જાહેર થયા બાદ રાજ્ય સરકારે ગુજરાત તરફથી પલસાણાનું નામ કેન્દ્ર સરકારને સૂચવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારની ટીમે દરેક રાજ્યમાંથી સૂચવાયેલ ગ્રામ પંચાયતોની રૂબરૂ મુલાકાત લીધી અને અંતે ૬ ગ્રામ પંચાયતોને શોર્ટલિસ્ટ કરી, જેમાં પલસાણા ગ્રામ પંચાયતનો સમાવેશ થયો હતો. શોર્ટલિસ્ટ થયેલી ગ્રામ પંચાયતો દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું, જેમાં પલસાણાની પ્રજાલક્ષી ઉત્કર્ષ કામગીરી જેવી કે, ઓનલાઈન ટેક્ષ કલેક્શન, પોતાની વેબસાઈટ, તેમજ ૧૭,૦૦૦ થી વધુ ઓનલાઈન એપ્લિકેશનોની પ્રક્રિયા, ગામમાં CCTV કેમેરા સિસ્ટમ, ઓનલાઈન ફરિયાદ નિવારણ વ્યવસ્થા વગેરે રજૂ કરાઈ હતી. આ સિદ્ધિઓના આધારે અંતિમ પસંદગીમાં પલસાણા ગ્રામ પંચાયતને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુશ્રી શિવાની ગોયલે જણાવ્યું હતું કે, પલસાણા ગ્રામ પંચાયતને મળેલો આ એવોર્ડ સમગ્ર સુરત જિલ્લાના માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીશ્રી તથા પંચાયત વિભાગના સતત માર્ગદર્શન અને પ્રેરણાથી ગ્રામ્ય સ્તરે ડિજિટલ ગવર્નન્સને મજબૂત બનાવવા માટે કરાયેલા પ્રયત્નોને આજે રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. આ સિદ્ધિથી જિલ્લાની અન્ય ગ્રામ પંચાયતોને પણ પ્રેરણા મળશે.

+
આ પ્રસંગે જિલ્લા પ્રમુખશ્રી, ભાવિનીબેન પટેલે હતું કે, પલસાણા ગ્રામ પંચાયતને મળેલો આ પ્રતિષ્ઠિત એવોર્ડ સુરત જિલ્લાના દરેક નાગરિક માટે ગૌરવની ક્ષણ છે. મુખ્યમંત્રીશ્રી તથા પંચાયત વિભાગના સતત પ્રોત્સાહનથી જિલ્લા પંચાયતોએ ગામડાંઓમાં નવીન ડિજિટલ પહેલો અમલમાં મૂકી છે. આ એવોર્ડથી ભવિષ્યમાં વધુ ગામો ડિજિટલ ગવર્નન્સના મોડલ બનશે.
આ સિદ્ધિથી સુરત જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે અને પલસાણા ગ્રામ પંચાયતે રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
bobatoto neototo bobatoto situs toto bandar togel