નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત પલસાણા ગ્રામ પંચાયત ખાતે મેગા કેમ્પ યોજાયો:

તાપી કિંગ: પલસાણા પ્રતિનિધિ દ્વારા,
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શીયલ સર્વિસ (DFS) ના માર્ગદર્શન હેઠળ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન દેશવ્યાપી નાણાકીય સાક્ષરતા ઝુંબેશ ચાલી રહી છે. તેના ભાગરૂપે સુરત જિલ્લાના પલસાણા ગ્રામ પંચાયત ખાતે સંતૃપ્તિ અભિયાન અંતર્ગત મેગા કેમ્પ યોજાયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના રીજનલ ડાયરેક્ટર શ્રી રાજેશકુમારે પ્રધાનમંત્રી જીવન જ્યોતી સુરક્ષા વીમા યોજના અંતર્ગત મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયાના વર્ચ્યુઅલ ચેકનું વિતરણ કર્યું હતું. તેમણે PMJJBY, PMSBY, APY તથા ઇ-કેવાયસી, ડિજિટલ ફ્રોડ નિવારણ અને નોમિનેશન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી નિર્મલ પટેલે ઝુંબેશની વિગતો આપી હતી. ત્રણ માસીય ઝુંબેશ દરમ્યાન દરેક ગ્રામ પંચાયત સ્તરે કેમ્પ યોજાશે જેમાં નિષ્ક્રિય PMJDY ખાતાઓનું KYC ચકાસણી,PMJJBY, PMSBY, APY હેઠળ નોંધણી,નવા બેંક ખાતાં ખોલાવવાની સુવિધા
ડિજિટલ છેતરપિંડી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
યુનિયન બેંકના રીજનલ મેનેજર શ્રીમતી શ્વેતા સાવેએ દરેકને સરકારની સુરક્ષા યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, યુનિયન બેંક, ગુજરાત ગ્રામિણ બેંક સહિતની અગ્રણી બેંકોના અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી યોજનાઓનો લાભ લીધો હતો.



