Blog

તાપી જીલ્લા પોલીસની સફળ કામગીરી : ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલાયો

૮ આરોપીઓ ઝડપાયા, રૂ. 18.24 લાખનો મુદ્દામાલ કબજે :ક્રાઇમ બ્રાન્ચ તાપી

 

તાપી કિંગ: ઉચ્છલ પ્રતિનિધિ દ્વારા ગતરોજ

 

તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૧૪/૦૯/૨૦૨૫ના રોજ નારણપુર બ્રિજ નજીક આંગડીયા પેઢીના ડ્રાઈવર પાસેથી બંદૂકની અડશે થી રૂ. 50,000/- લૂંટવાનો ગુનો નોંધાયો હતો.

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ તથા તાપી જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ અને પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પેરોલ-ફર્લો સ્કોર્ડ, એસ.ઓ.જી. તથા ઉચ્છલ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે નાકાબંધી, પેટ્રોલિંગ અને ગુપ્તચર માહિતીના આધારે ગુનામાં સંડોવાયેલા કુલ ૮ આરોપીઓને ઝડપ્યા હતા. તેમની પાસેથી લૂંટાયેલ રોકડ, મોબાઈલ ફોન, ફોર્ટ્યુનર તથા સ્વીફ્ટ ડિઝાયર કાર અને પિસ્તોલ સહિત કુલ રૂ. 18,24,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓ

1. રામકિશન ઉર્ફ રામા માંગીલાલ બિશ્નોઇ (ઉ.વ. 27) – જી. બનાસકાંઠા

2. જીતુસિંહ ઉર્ફ વિક્રમસિંહ દેવડા (ઉ.વ. 31) – જી. બનાસકાંઠા

3. ભરતભાઈ ચૌધરી (ઉ.વ. 35) – જી. બનાસકાંઠા

4. સુરેશ રાજપુત (ઉ.વ. 24) – જી. બનાસકાંઠ

5. વશરામભાઈ ચૌધરી (ઉ.વ. 35) – જી. બનાસકાંઠા

6. મોતીસિંહ ઉર્ફ મહાવીરસિંહ વાઘેલા (ઉ.વ. 23) – જી. બનાસકાંઠા

7. નાગજીભાઈ રબારી (ઉ.વ. 30) – જી. બનાસકાંઠા

8. માલાભાઈ રબારી (ઉ.વ. 26) – જી. બનાસકાંઠા

કબજે કરાયેલ મુદ્દામાલ

રોકડ રૂપિયા : રૂ. 50,000/-

મોબાઈલ : 9 નંગ (રૂ. 68,000/-)

ફોર્ટ્યુનર કાર (GJ-18-BJ-9408) : રૂ. 15,00,000/-

સ્વીફ્ટ ડિઝાયર કાર (GJ-08-AJ-4832) : રૂ. 2,00,000/-

પિસ્તોલ : રૂ. 6,000/-

કુલ મુદ્દામાલ : રૂ. 18,24,000/-


કામગીરી કરનાર ટીમો

એલ.સી.બી. તાપી : પો.ઇન્સ. ડી.એસ. ગોહિલ, એન.જી. પાંચાણી, પો.સ.ઈ. એસ.પી. સોઢા તથા ટીમ

પેરોલ-ફર્લો સ્કોર્ડ : પો.સ.ઈ. એન.એસ. વસાવા તથા ટીમ

એસ.ઓ.જી. તાપી : પો.ઇન્સ. કે.જી. લીંબાચીયા, પો.સ.ઈ. એન.પી. ગરાસીયા તથા ટીમ

ઉચ્છલ પોલીસ સ્ટેશન : પો.ઇન્સ. વી.યુ. પાડવી તથા ટીમ

તાપી જિલ્લા પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 તથા આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. તાપી જીલ્લા પોલીસ ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરી પ્રશંસનીય છે અને પોલીસની ઝડપી તથા તાત્કાલિક કામગીરીથી ગંભીર પ્રકારનો ગુનો ઉકેલાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
bobatoto neototo bobatoto situs toto bandar togel