Blog

મિશન લાઈફ અંતર્ગત સ્પર્ધાઓનો વ્યારામાં ધમાકેદાર પ્રતિસાદ ૬ દિવસમાં ૪,૦૦૦૦ થી વધુ રજીસ્ટ્રેશન

સૌથી વધુ ૧૦૫૮ રજીસ્ટ્રેશન ૫ કિમી દોડ સ્પર્ધામાં, તાપી વહીવટી તંત્રની અપીલ રજીસ્ટ્રેશન ઝડપથી કરાવશો:

તાપીકિંગ:વ્યારા

પ્રતિનિધિ દ્રારા તા,૨૪ સપ્ટેમ્બર, મિશન લાઈફ અભિયાન અંતર્ગત સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા તાપી વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓના રજિસ્ટ્રેશનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ફક્ત છ જ દિવસમાં ચાર હજારથી વધુ લોકો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. અને સૌથી વધુ ૧૦૫૮ રજીસ્ટ્રેશન ૫ કિમી દોડ સ્પર્ધામાં નોંધાયું છે.તાપી વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી સંખ્યામાં ભાગ લઈને આ અભિયાનને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશનની લિંક જિલ્લા માહિતી કચેરીના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @infotapigog ઉપર અપલોડ કરવામાં આવી છે.

મિશન લાઈફ અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ સ્પર્ધાઓનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું, પર્યાવરણને સુરક્ષિત રાખવું તેમજ આરોગ્યપ્રદ જીવનશૈલી વિકસાવી લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા અને ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ સંદેશનો વ્યાપક પ્રચાર કરવાનો છે.

[ ૧૧ અને ૧૨ ઓક્ટોબરના રોજ ૧૦ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન: માહિતી કચેરીના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @infotapigog ઉપર આપેલી લિંકથી રજીસ્ટ્રેશન કરી શકાશે ]

૧૧ ઓક્ટોબરના રોજ વ્યારાના સયાજી મેદાન ખાતે રસ્સા ખેંચ, ચાઇલ્ડ મેરેથોન, કોથળા દોડ, લીંબુ ચમચી, રંગોળી સ્પર્ધા, વાંસની વસ્તુઓ બનાવવાની સ્પર્ધા, મિલેટ્સમાંથી વાનગી બનાવવાની સ્પર્ધા, વારલી વોલ પેઇન્ટિંગ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજાશે. જ્યારે વ્યારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે ૬ થી ૧૧ ઓકટોબર દરમિયાન બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. ૧૨ ઓક્ટોબરના રોજ વ્યારાના જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પરથી રન ફોર લાઈફ (મેરેથોન) યોજાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
bobatoto neototo bobatoto situs toto bandar togel