તાપી જિલ્લાના અધિકારી-કર્મચારીઓ માટે બેંક ઓફ બરોડા સાથે બરોડા સ્પેશિયલ સેલેરી પેકેજ અંતર્ગત એમઓયુ:
રૂ. ૧.૨૫ કરોડના વ્યક્તિગત અકસ્માત વીમા સહિત અનેક લાભો પ્રાપ્ત થશે:

તાપી કિંગ: વ્યારા
તાપી જિલ્લાના કલેક્ટર શ્રી ડો. વિપીન ગર્ગ અને બેંક ઓફ બરોડાના રીજનલ હેડ શ્રી આદર્શ કુમાર વચ્ચે આજે “બરોડા સ્પેશિયલ સેલેરી પેકેજ” અંતર્ગત સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.આ પેકેજ હેઠળ જિલ્લાના સરકારી અધિકારી તથા કર્મચારીઓને અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેમાં મુખ્યત્વે –
રૂ. ૧.૨૫ કરોડનો વ્યક્તિગત અકસ્માત વીમો, હવાઈ દુર્ઘટનામાં રૂ. ૨ કરોડનું કવર, અકસ્માતમાં પૂર્ણ વિકલાંગતા પામનાર માટે રૂ. ૧ કરોડ તથા આંશિક વિકલાંગતા માટે રૂ. ૭૫ લાખ સુધીનું કવર; રૂ. ૧૦ લાખનું જીવન વીમા કવચ,રૂ. ૬૦,૦૦૦ સુધીનું હોસ્પિટલ કેશ બેનિફિટ (મહત્તમ ૩૦ દિવસ માટે દરરોજ રૂ. ૨,૦૦૦), દીકરીના લગ્ન માટે રૂ. ૧૦ લાખ સુધીની સહાય, સંતાનના ઉચ્ચ અભ્યાસ માટે રૂ. ૧૦ લાખ સુધીની સહાય, રૂ. ૩ લાખ સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા, આજીવન મફત એટીએમ કાર્ડ તથા તમામ એટીએમમાંથી અમર્યાદિત ઉપાડની સુવિધા, આજીવન મફત ક્રેડિટ કાર્ડ,લોન, લોકર તથા અન્ય બેંક ચાર્જિસ પર વિશેષ છૂટછાટ

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આ પેકેજના લાભો ઝડપથી પ્રાપ્ત થાય તે હેતુસર બેંક ઓફ બરોડા દ્વારા કેમ્પેઇન મોડ હેઠળ ખાતા ખોલવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ તથા બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


